About us
તમારી નાની મદદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આપણી માતા ગાયોનું રક્ષણ, મદદ અને બચાવ કરવાના આ પવિત્ર મિશનમાં અમને મદદ કરો.

શ્રી સર્વેશ્વર ગૌધામની સ્થાપના
વિક્રમ સંવત ર૦૬૯ કારતક સુદ ૧૨ (બારસ) નવેમ્બર ૨૦૧૧ - શ્રી સર્વેશ્વર ગૌધામ સ્થાપના સમયની ઝાંખી
આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણની અત્યંત પ્રિય ગૌમાતા અને ગૌવંશનું પાલન, રક્ષણ અને સંવર્ધન કરવાનાં આદર્શને પ્રસ્થાપિત કરવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે - શ્રી સર્વેશ્વર ગૌધામ (કોબડી). આ ગૌશાળામાં ગૌમાતા તથા ગૌવંશ આનંદપૂર્વક બિરાજીત છે અને અહીં આવતાં ભાવિકોને ગૌ સંસ્કૃતિ પૂર્ણ અર્થમાં સમજાય એ માટેના સવિશેષ પ્રયત્નો પણ થઈ રહ્યા છે.
શ્રી સર્વેશ્વર ગૌધામની સ્થાપના કેવી રીતે થઈ ?
શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીની સ્થાપના ઈ.સ. ૨૦૬૯ કારતક સુદ બારસ (૧૨) ના શુભ દિને કરવામાં આવી હતી. નિલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભગવાન શિવના વાહન એવા બળદો અને જેમાં ૩૩ કોટી દેવતાઓનો વાસ છે એવી ગૌમાતાઓની સેવાની ભાવનાથી પૂજય શ્રી જયદેવશરણજી મહારાજ દ્વારા કોબડી ગામના તેમજ આજુબાજુનાં ગામોના ગ્રામજનોના સાથ-સહકારથી આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી. એક જ બિમાર ગૌમાતાની સેવાથી શરૂ થયેલી આ સંસ્થામાં હાલમાં ૧૮૦૦ કરતાં વધારે અંધ, અપંગ, નિરાધાર, બિમાર, ઘાયલ ગૌમાતા તથા ગૌવંશ છે - જેમાં ૧૩૦૦ થી વધારે વયોવૃધ્ધ બળદો, ૭૦ થી વધારે અંધ ગૌમાતા, ૨૦૦ થી વધારે અપંગ ગૌમાતા તથા અન્ય બીમાર ગાયોની સેવા થઈ રહી છે.
સાંપ્રત સમયમાં આપણે પ્રાપ્ય ટેકનોલોજી તેમજ સગવડતાની સહાયતા લઈને અને આપણી મુલ સંસ્કૃતિને જાળવી રાખી જીર્ણ થયેલા કેટલાક વિભાગો સાથેની “ શ્રી સર્વેશ્વર ગૌધામ'' નો જીણોદ્વાર વર્ષ ૨૦૧૨ માં કરવામાં આવ્યો.
શ્રી સર્વેશ્વર ગૌધામનો ઉદ્દેશ
દ્રષ્ટિકોણ
શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીનો એક જ ઉદ્દેશ છે કે આ હિમાલય અને ગંગાના પવિત્ર દેશ ભારતમાં કયાંય કોઈ ગૌમાતા કે ગૌવંશ દુ:ખી ન થાય તથા સનાતન ધર્મની ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તથા ગૌમાતાનું જતન થાય એ ઉદ્દેશ સાથે શ્રી સર્વેશ્વર ગૌધામ સેવા કરી રહ્યુ છે તથા અન્નનાં અભવામાં કોઈ વ્યકિત ભુખ્યુ ન રહે એ માટે અન્નક્ષેત્ર તથા દવા કે સારવારનાં અભાવમાં કોઈનો જીવ ન જાય એ માટે હોસ્પિટલની સેવા અને જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચે એ માટે પૂજય જયદેવશરણજી મહારાજ સતત પ્રયત્નશીલ રહે છે.
ધ્યેય
શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના સ્થાપક પરમ પૂજય જયદેવશરણજી મહારાજ એક જ ધ્યેય સાથે કાર્ય કરી રહયા છે કે ધરતી પર કયાંય કોઈ ગૌમાતા કે કોઈ ગૌવંશ ઘાસચારા, સારવાર કે આશરાના અભાવમાં પોતાનો પ્રાણ ન છોડે. સનાતન ધર્મનું અભિન્ન અંગ એવી ગૌમાતાનું રક્ષણ તથા આપણી વૈદિક પરંપરાનું રક્ષણ તથા યુવાનો વ્યસન અને ફેશનથી દૂર થઈ ગૌસેવા તરફ પ્રેરાય અને આપણો ભારત દેશ ફરી એકવાર વિશ્વગુરૂ બને એ ધ્યેય સાથે આ ગૌશાળા કામ કરી રહી છે.
અભિપ્રાય
સાક્ષ્ય અને અભિપ્રાયો
ભગવાન રામ કૃષ્ણના રૂપે આવ્યા અને ગાય અને સંતોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું. કૃષ્ણાયન ગૌરક્ષા આ જ પ્રકારની ધાર્મિક અને ગૌ-સેવા કરી રહ્યા છે.
શ્રી ચિન્મયાનંદ બાપુ જી
શ્રી રામ કથા વાચક
Certificate
શ્રી સર્વેશ્વર ગૌધામ, ગૌમાતાની સેવા, અન્નક્ષેત્ર અને નિઃશુલ્ક આરોગ્ય સેવા દ્વારા સમાજના દરેક વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પવિત્ર સંકલ્પ સાથે અવિરત સેવા કરી રહ્યું છે

SaptShankari
PRIVATE LIMITED

UPKAR

TRISHA
Multispeciality Hospital

ARCHANA
revive tradition

