About us
Your tiny little help matters a lot, help us in this holy mission to protect, help, and save our mother cows.

શ્રી સર્વેશ્વર ગૌધામની સ્થાપના
વિક્રમ સંવત ર૦૬૯ કારતક સુદ ૧૨ (બારસ) નવેમ્બર ૨૦૧૧ - શ્રી સર્વેશ્વર ગૌધામ સ્થાપના સમયની ઝાંખી
આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણની અત્યંત પ્રિય ગૌમાતા અને ગૌવંશનું પાલન, રક્ષણ અને સંવર્ધન કરવાનાં આદર્શને પ્રસ્થાપિત કરવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે - શ્રી સર્વેશ્વર ગૌધામ (કોબડી). આ ગૌશાળામાં ગૌમાતા તથા ગૌવંશ આનંદપૂર્વક બિરાજીત છે અને અહીં આવતાં ભાવિકોને ગૌ સંસ્કૃતિ પૂર્ણ અર્થમાં સમજાય એ માટેના સવિશેષ પ્રયત્નો પણ થઈ રહ્યા છે.
શ્રી સર્વેશ્વર ગૌધામનો ઉદ્દેશ
દ્રષ્ટિકોણ
શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીનો એક જ ઉદ્દેશ છે કે આ હિમાલય અને ગંગાના પવિત્ર દેશ ભારતમાં કયાંય કોઈ ગૌમાતા કે ગૌવંશ દુ:ખી ન થાય તથા સનાતન ધર્મની ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તથા ગૌમાતાનું જતન થાય એ ઉદ્દેશ સાથે શ્રી સર્વેશ્વર ગૌધામ સેવા કરી રહ્યુ છે તથા અન્નનાં અભવામાં કોઈ વ્યકિત ભુખ્યુ ન રહે એ માટે અન્નક્ષેત્ર તથા દવા કે સારવારનાં અભાવમાં કોઈનો જીવ ન જાય એ માટે હોસ્પિટલની સેવા અને જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચે એ માટે પૂજય જયદેવશરણજી મહારાજ સતત પ્રયત્નશીલ રહે છે.
ધ્યેય
શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના સ્થાપક પરમ પૂજય જયદેવશરણજી મહારાજ એક જ ધ્યેય સાથે કાર્ય કરી રહયા છે કે ધરતી પર કયાંય કોઈ ગૌમાતા કે કોઈ ગૌવંશ ઘાસચારા, સારવાર કે આશરાના અભાવમાં પોતાનો પ્રાણ ન છોડે. સનાતન ધર્મનું અભિન્ન અંગ એવી ગૌમાતાનું રક્ષણ તથા આપણી વૈદિક પરંપરાનું રક્ષણ તથા યુવાનો વ્યસન અને ફેશનથી દૂર થઈ ગૌસેવા તરફ પ્રેરાય અને આપણો ભારત દેશ ફરી એકવાર વિશ્વગુરૂ બને એ ધ્યેય સાથે આ ગૌશાળા કામ કરી રહી છે.