Sarveshwar Gaudham Trust - Gaushala in Kobadi-Bhavnagarlogo_radha_vijayte
Sarveshwar Gaudham Slide 1
Sarveshwar Gaudham Trust Kobadi-Bhavnagardivider

“શ્રી સર્વેશ્વર ગૌધામ“ ને વર્ષ 2012 માં આધુનિક ટેક્નોલોજી અને સગવડોની મદદથી વિભાગો સાથે અમારી મૂળ સંસ્કૃતિને જાળવી રાખીને સ્થાપના કરવામાં આવી હતી.

corner_1

અમે સંભાળ કેવી રીતે લઈએ છીએ

corner_2

ગૌશાળાની

First Image
Second Image
Third Image
Fourth Image

અમને જાણો

ઈતિહાસ પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ

સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ - ગૌશાળા કોબડી ભારતની દેશી ગાયોની સૌથી મોટી ગૌરક્ષાશાળાઓમાંની એક છે. અમે બીમાર, ભૂખે મરતી, નિરાધાર અને રખડતી દેશી ગાયો અને બળદોનું રક્ષણ કરીએ છીએ, ખવડાવીએ છીએ અને આશ્રય આપીએ છીએ, જેમાંથી મોટાભાગની ગાયો અને બળદને તેમના માલિકોએ ત્યજી દીધી છે અથવા કસાઈઓથી બચાવી છે. આ ગૌવંશમાંથી મોટા ભાગના દૂધ વેરાન છે. આ ગાયોને કપરી પરિસ્થિતિમાંથી અમારી ગૌશાળામાં લાવવામાં આવે છે. આ બધી ગાયોને ખવડાવવામાં આવે છે, આશ્રય આપવામાં આવે છે અને સેંકડો ગૌસેવકો દ્વારા તેમની દેખભાળ કરવામાં આવે છે જેઓ ચોવીસ કલાક કામ કરે છે.

શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ની સ્થાપના કારતક સુદ બારસ (12) એડી 2069 ના શુભ દિવસે કરવામાં આવી છે. આ ગૌશાળાની શરૂઆત કોબડી ગામ અને આસપાસના ગામોના ગ્રામજનોના સહકારથી પૂજ્ય શ્રી જયદેવશરણજી મહારાજ દ્વારા બળદોની સેવા કરવાની ભાવનાથી કરવામાં આવી હતી. નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભગવાન શિવના વાહનો છે અને ગાયો જેમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે.

corner_2
corner_1

અમારી વિશેષતા શું છે

corner_2

બળદ વિભાગ

શ્રી સર્વેશ્વર ગૌધામમાં ૧૩૦૦ થી વધુ લાચાર વૃધ્ધ બળદોની સંભાળ રાખવામાં આવે છે. રોડ રસ્તા પર રખડતા અથવા પોતાના માલિક દ્વારા તરછોડી દેવાયેલા બળદોને આ ગૌશાળા જીવનભર આશ્રય આપે છે આ ગૌશાળામાં આવા બળદો માટે ચાર વિશાળ વોર્ડ છે જયાં તેઓ મુક્ત પણે હરીફરી શકે છે તથા ખોરાક લઈ શકે છે.

અંધ ગૌમાતા વિભાગ

જે ગૌમાતા જન્મથી અંધ છે તથા બીજી કોઈ પ્રકારે દ્રષ્ટિહિન છે એવી ગૌમાતાઓને આ ગૌશાળા આશ્રય આપી સેવા કરે છે. આ બધી અંધ ગૌમાતાઓને ખીલ્લે જ બાંધી રાખવી પડે છે કારણ કે દ્રષ્ટિહિન હોવાથી આમ તેમ અથડાય ન જાય તે માટે તેમની ખુબ વિશિષ્ટ રૂપે સાર સંભાળ રાખવામાં આવે છે. આવી ગાયો માટે એક સ્પેશ્યલ વોર્ડ છે, જેમાં ખાસ ઓટોમેટીક પાણી પાણી પુરવઠાની સુવિધા છે જે તેમના જીવનને વધુ અનુકુળ બનાવે છે.

અપંગ ગૌમાતા વિભાગ

આ ગૌશાળામાં ૨૦૦ થી વધુ એવી ગાયો છે જે કાં તો જન્મથી અથવા કોઈ અકસ્માતને કારણે અપંગ બની ગઈ હોય. જે ગૌમાતાને સ્વાર્થી માણસો રોડ રસ્તા પર રખડતા, ભટકતાં છોડી દે છે આવી ગૌમાતાઓ રોડ એક્સિડેન્ટથી વિકલાંગ બને છે. આવી ઘાયલ થયેલી ગૌમાતાઓને આ ગૌધામમાં લાવી ઓપરેશન કરવામાં આવે છે તથા તેમને વિશિષ્ટ સાર સંભાળ માટે અલગ વ્યવસ્થા કરી સાચવવામાં આવે છે.

બિમાર ગૌમાતા વિભાગ

શ્રી સર્વેશ્વર ગૌધામમાં બિમાર ગૌમાતાઓ માટે અલગથી એક ખંડનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જે ગૌમાતાઓ રોડ એક્સિડેન્ટ થયેલી તથા અન્ય રીતે બિમાર ગૌમાતાઓને આ ખંડમાં સાચવવામાં આવે છે. જયાં તબીબી સારવાર કરી વેકસીનેશન આપવામાં આવે છે. તેમજ વિશિષ્ટ ઘાસચારો, દવાયુકત ખોરાક અને ખાણ આપવામાં આવે છે. ગૌધામમાં રહેલા અન્ય ગૌમાતાઓ, ગૌવંશ અને બળદો બિમાર થતા તબીબી સારવાર માટે આ ખંડમાં લાવવામાં આવે છે.

ઓપરેશન થીયેટર

શ્રી સર્વેશ્વર ગૌધામનાં સ્પેશિયલ ઓપરેશન થીયેટર વિભાગમાં ચાર ડૉકટરોની ટીમ ૨૪ કલાક ફરજ પર છે. આ ડૉકટરો કોઈ પણ ઈમરજન્સીનો સામનો કરવા માટે તાલીમબધ્ધ છે. આ ટીમ ગૌશાળામાં આવતા બળદ તથા ગાયની સંપૂર્ણ સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે. નિયમીત તમાસથી લઈને જટિલ શસ્ત્રક્રિયાઓ સુધી, અમે સુનિશ્વિત કરીએ છીએ કે દરેક ગાય અને બળદની અત્યંત કાળજી અને કરૂણા સાથે સારવાર કરવામાં આવે. આ ગૌવંશ માટે તૈયાર કરવામાં આવેલ દવાઓનો વ્યાપક જથ્થો ગૌશાળાના દવા કક્ષમાં ઉપલબ્ધ છે.

માં વિનાના વાછરડા વિભાગ

શ્રી સર્વેશ્વર ગૌધામમાં માં વિનાના વાછરડા માટે અલગથી ૨ વિશાળ વોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી તેમને હરવા ફરવા તથા રમવા માટે પૂર્તિ જગ્યા મળી રહે. વાછારડાઓને તેમની માતા વિના ઉછેરવા હંમેશા સરળ નથી, અમે ૨૪ કલાક તેમની સંભાળ રાખીએ છીએ, તેમને ખાસ દુધ પીવડાવીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે તેઓને જરૂરી તમામ પ્રેમ મળે. જયાં ૧૨૦૦ થી વધારે ગૌમાતાઓની સેવા થાય છે એવા આ ગૌધામમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધારે માં વગરના વાછરડાંઓનો ઉછેર કર્યો છે.

અમે શું સેવા આપીએ છીએ
ઇતિહાસને પુનઃપ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન
પશુ એમ્બુલન્સ
cow

પશુ એમ્બુલન્સ

શ્રી સર્વેશ્વર ગૌધામને તાજેતરમાં એક અદ્ભુત ભેટ મળી છેઃ એનિમલ એમ્બુલન્સ આ અતુલ્ય વાહન સુરતના જય ગૌપાલ ગૌસેવા ધુન મંડળ દ્વારા દાન મળેલ છે. આ માત્ર કોઈ વાહન નથી, તે આપણી પ્રિય ગાયો માટે જીવન રેખા છે જયારે કટોકટી ઉભી થાય છે- પછી ભલે તે ઈજાગ્રસ્ત હોય તથા તાત્કાલીક સંભાળની જરૂર હોય ત્યારે આ એમ્બુલન્સ સેવા માટે તૈયાર છે.નવીનતમ્ પશુચિકિત્સા સાધનો અને પુરવાઠીથી સજજ છે.આ એમ્બુલન્સ નિયમિત ચેકઅપ અને રસીકરણ માટે પરિવહનમાં પણ નિર્ણાયક ભુમિકા ભજવે છે.

નિયમિત ગૌચારણ
cow

નિયમિત ગૌચારણ

શ્રી સર્વેશ્વર ગૌધામમાં નિયમિત પણે ગૌચારણ માટે ગાયો તથા વયોવૃધ્ધ બળદોને નજીકના ખુલ્લા ખેતરોમાં લઈ જવામાં આવે છે. ગાયો તથા વયોવૃધ્ધ બળદો તાજી હવા અને સુર્યપ્રકાશથી ઘેરાયલા કુદરતી વાતાવરણમાં ખીલે છે. આ માત્ર તેમનાં શારીરિક સ્વાસ્થ્યને જ નહી પરંતુ તેમની એકંદર ખુશીમાં પણ વધારો કરે છે. તેઓ લીલા છમ ઘાસ પર મુકત પણે ચરતા હોય, ખુલ્લી જગ્યાની સ્વતંત્રાનો આનંદ માળતા હોય તે માત્ર ખોરાક કરતા પણ વધુ આનંદદાયક છે.

અવિરત અન્નક્ષેત્ર
cow

અવિરત અન્નક્ષેત્ર

શ્રી સર્વેશ્વર ગૌધામ એક માત્ર ગાયોની દેખભાળ જ નહીં પરંતુ દાતાશ્રીઓ, મુલાકાતીઓ, ગૌભકતો અને રાહદારી માટે અવિરત અન્નક્ષેત્ર પણ ચલાવે છે. ગૌશાળામાં ચાલતા અવિરત અન્નક્ષેત્ર પૌષ્ટિક ભોજન પીરસે છે અને સુનિશ્વિત કરે છે કે ગૌશાળામાં આવેલ દરેક દર્શનાર્થીઓ પ્રસાદનો આનંદ લઈ શકે છે. પીરસવામાં આવતો પ્રસાદ તમારી ઉદારતા અને પશુ કલ્યાણ અને સામાજીક જવાબદારી પ્રત્યેની પ્રતિબધ્ધતાનો પુરાવો છે. ગૌશાળાની મુલાકાતે પધારવા, ગાયો સાથે સમય વિતાવવા,prasદનો આનંદમાણવા તથા ગૌશાળાના પરિવારના હુંફનો અનુભવ કરવા અમે તમને આમંત્રિત કરીએ છીએ.

૧૩૦૦+

વયોવૃધ્ધ બળદો

૨૦૦+

અપંગ ગૌમાતા

૭૦+

અંધ ગૌમાતા

૬૦+

માં વિનાના વાછરડા

૧૬૦+

ગૌમાતા

શ્રી સર્વેશ્વર ગૌધામનો ઉદ્દેશ

શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીનો એક જ ઉદ્દેશ છે કે આ હિમાલય અને ગંગાના પવિત્ર દેશ ભારતમાં કયાંય કોઈ ગૌમાતા કે ગૌવંશ દુઃખી ન થાય તથા સનાતન ધર્મની ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તથા ગૌમાતાનું જતન થાય એ ઉદ્દેશ સાથે શ્રી સર્વેશ્વર ગૌધામ સેવા કરી રહ્યુ છે તથા અન્નનાં અભવામાં કોઈ વ્યકિત ભુખ્યુ ન રહે એ માટે અન્નક્ષેત્ર તથા દવા કે સારવારનાં અભાવમાં કોઈનો જીવ ન જાય એ માટે હોસ્પિટલની સેવા અને જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચે એ માટે પૂજય જયદેવશરણજી મહારાજ સતત પ્રયત્નશીલ રહે છે.

શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના સ્થાપક પરમ પૂજય જયદેવશરણજી મહારાજ એક જ ધ્યેય સાથે કાર્ય કરી રહયા છે કે ધરતી પર કયાંય કોઈ ગૌમાતા કે કોઈ ગૌવંશ ઘાસચારા, સારવાર કે આશરાના અભાવમાં પોતાનો પ્રાણ ન છોડે. સનાતન ધર્મનું અભિન્ન અંગ એવી ગૌમાતાનું રક્ષણ તથા આપણી વૈદિક પરંપરાનું રક્ષણ તથા યુવાનો વ્યસન અને ફેશનથી દૂર થઈ ગૌસેવા તરફ પ્રેરાય અને આપણો ભારત દેશ ફરી એકવાર વિશ્વગુરૂ બને એ ધ્યેય સાથે આ ગૌશાળા કામ કરી રહી છે.

divider
corner_1

ગૌશાળાની તસ્વીરો

corner_2
ગૌશાળાની તસ્વીરો
ગૌશાળાની તસ્વીરો
ગૌશાળાની તસ્વીરો
ગૌશાળાની તસ્વીરો
ગૌશાળાની તસ્વીરો
ગૌશાળાની તસ્વીરો
ગૌશાળાની તસ્વીરો
ગૌશાળાની તસ્વીરો
ગૌશાળાની તસ્વીરો